Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

જાન્યુઆરી 2008


બ્લૉગ્સ (3)
બીજા વિશ્ર્વયુદ્ધમાં લશ્‍કરી તાકાતે જીતીને બળીયો સાબિત થયેલું બ્રિટન આર્થિકરીતે ભાંગી ગયું હતું અને તેના કારણે તેણે 1947માં ભારતને આઝાદ કરવું પડયું. આ વાતને ચાલુ મહિને 60 વર્ષ પુરા થયાં. ભારતને આઝાદી અપાવવામાં પરોક્ષરીતે વિશ્ર્વયુદ્ધ ભલે નિમિત બન્‍યું પરંતુ સ્‍વતંત્રતા માટે ક્રાંતિનો પહેલો ભડકો કરનાર વીર મંગલ પાંડે થી લઇને મહાત્‍મા ગાંધીજી અને લોખંડી સરદાર સુધીના દરેક શહીદોનું યોગદાન જેવું તેવું નહોતું. સરફરોશ ક્રાંતિકારો હજારો હતાં, પણ તે બધામાં સોથી વધુ પ્રસિદ્દિ ગાંધીજીને મળી. ફકત એટલા માટે નહિં કે જીવનના લગભગ ત્રણ દાયકા આઝાદીની લડત પાછળ તેમણે વીતાવી દીધા. વધુ વાંચો...

મુંબઈ શિવાજી પાર્કમાં ગુજરાતના મુખ્‍યમંત્રીનો ભવ્‍ય સત્‍કાર સમારોહ યોજાયો હતો તેમાં મોદીજીએ કહ્યું કે, આ સત્‍કાર નરેન્‍દ્ર મોદીનો નથી. મને આ સત્‍કારનો અધિકાર નથી. આ સત્‍કારના અધિકાર ગુજરાતના સાડાપાંચ કરોડ નાગરિકો છે, જેમણે જુઠા પ્રચારની વચ્‍ચે પણ ધૈર્ય ખોયા વગર વિજય અપાવ્‍યો. ગુજરાતના મતદારોએ પરિપકવતા દર્શાવી. હું ગુજરાતની જનતાના પ્રતિનિધિ તરીકે અહીં આવ્‍યો છું. આઝાદી પછી અનેક રાજયોમાં ચૂંટણી થઈ પરંતુ ગુજરાતની ચૂંટણી જ એવી હતી જેની હજુ પણ ચર્ચા થઈ રહી છે. ... વધુ વાંચો...

કરબલાની મહાન દુઃખદ ઘટના, આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી. પયગમ્‍બરે ઇસ્‍લામ હજરત મોહમ્‍મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હજરત હુસેને પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્‍વીકારી લીધી. ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્‍લામી આલમમાં જ નહીં, બલકે કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્‍યકિત, જે અત્‍યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઇની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્‍યનું ચિહ્ન સમજે છે. વધુ વાંચો...